ખૂબ અંદરબહાર જીવ્યો છું A+ A- Print Email ખૂબ અંદરબહાર જીવ્યો છું ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં હું ય બહુ ધોધમાર જીવ્યો છું બાગ તો બાગ, સૂર્યની પેઠે- આગમાં પુરબહાર જીવ્યો છું આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ સર્વથા શાનદાર જીવ્યો છું -‘ઘાયલ’
Post a Comment